સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સલમાને પરમાણુ બોમ્બ બનાવવાની ધમકી આપી

Wednesday 27th September 2023 07:59 EDT
 
 

નવી દિલ્હીઃ સાઉદી અરબના કાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, શત્રુ દેશ ઇરાન જો પહેલાં ન્યુક્લિયર બોમ્બ બનાવેે છે તો તેઓ પણ પરમાણુ બોમ્બ બનાવશે. ઇરાન પાસે એક ન્યુક્લિયર બોમ્બ હોય તો અમારી પાસે પણ એક હોવો જ જોઈએ. જ્યારે કોઈપણ દેશ પરમાણુ હથિયાર મેળવી લે છે ત્યારે બીજા દેશો ચિંતિત થાય છે. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ દેશે પરમાણુ હથિયારનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો કોઈ દેશ પરમાણુ હથિયારનો ઉપયોગ કરે છે તો તેને સમગ્ર વિશ્વ સામે યુદ્ધ કરવા બરાબર માનવામાં આવે છે. તેમણે મુલાકાતમાં વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ બીજું હીરોશિમા જોઈ શકે તેમ નથી. જો વિશ્વ એક લાખ લોકોને મરતા જોઈ શકે તો તેનો અર્થ એવો થાય કે તમે બાકીના વિશ્વ સાથે યુદ્ધમાં સામેલ છો. નોંધનીય છે કે ઇરાને પોતાના પરમાણુ પ્રોગ્રામમાં ઝડપ લાવવાનું શરૂ કર્યું છે.


comments powered by Disqus