રાવલપિંડીઃ પાકિસ્તાનમાં હિન્દુ પરિવારોનો સામાન રસ્તા પર ફેંકવામાં આવ્યો હતો. કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લેવાયો હોવા છતાં તોડફોડ કરાઈ હતી. પાકિસ્તાનના રાવલપિંડીમાં અધિકારીઓએ લઘુમતી સમુદાયના હિન્દુ અને ખ્રિસ્તી પરિવારના ઘરોમાં આતંક મચાવ્યો હતો. જેઓ છેલ્લા 70 વર્ષથી આ વિસ્તારમાં રહેતા હતા.
પરિસ્થિતિ વકરતાં હિન્દુ પરિવારને પાસેના એક મંદિરમાં શરણ લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ખ્રિસ્તી પરિવાર અને શિયા મુસ્લિમો કોઈ પણ પ્રકારની શરણ લીધા વગર બહાર પડ્યા રહેવા માટે મજબુર થયા હતા. પીડિત પરિવારોએ કોર્ટ પાસેથી સ્ટે ઓર્ડર લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અધિકારીઓએ બળ પ્રયોગ કરીને ઘરોમાં તોડફોડ કરી હતી.
એક હિન્દુ પીડિતે કહ્યું હતું કે તેઓ માફિયા છે અને ઓછામાં ઓછા 100 લોકોના સમૂહમાં છે. અમને બહુ જ પરેશાન કરવામાં આવ્યા છે. અમારા પર હુમલા કરવામાં આવ્યા હતા કેમ કે અમે તેનો મુકાબલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ એટલા શક્તિશાળી છે કે પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદ દાખલ નહોતી કરવામાં આવી. અમે એક કોર્ટમાં તેનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે છાવણી બોર્ડની પાસે માત્ર એક જ ન્યાયાધીશ નવીદ અખ્તર છે. જે તેનો પક્ષ લે છે. પાકિસ્તાનમાં લઘુમતી સમાજના લોકો ઉત્પીડનનો સામનો કરી રહ્યા છે.

