રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે શાંતિના તમામ પ્રયાસો કરવા ભારત તૈયારઃ વડાપ્રધાન

Wednesday 01st March 2023 05:54 EST
 
 

નવી દિલ્હી: જર્મનીનાં ચાન્સેલર આલોફ સ્કોલ્ડ ભારતનાં બે દિવસનાં પ્રવાસે આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ભારતનાં પીએમ મોદી અને જર્મનીનાં ચાન્સેલર સ્કોવ્ઝ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. મંત્રણાને અંતે મીડિયાને સંયુક્ત સંબોધનમાં મોદીએ સંકેતો આપ્યા હતા કે રશિયા- યુક્રેન યુદ્ધનો અંત લાવવા શાંતિનાં તમામ પ્રયાસો માટે ભારત તૈયાર છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા કરીને સંબંધોને વધુ મજબૂત અને ગાઢ કરવા ભાર તેમજ રાજદ્વારી પ્રયાસો દ્વારા અંત લાવવા ભારત શરૂઆતથી જ ભાર મૂકી રહ્યું છે. બંને દેશનાં નેતાઓ સાથે વિવાદનો અંત લાવવા વાતચીત કરીને શાંતિ સ્થાપવા ભારતે પ્રયાસો કર્યા છે.
ત્રાસવાદ સામે લડવા ભારત- જર્મની પ્રતિબદ્ધ
સ્કોલ્ડ સાથેની વાતચીતમાં મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવા સુરક્ષા અને ડિફેન્સ સહયોગ પર ભાર મૂક્યો હતો. સંયુક્ત પ્રયાસો દ્વારા સમસ્યાઓ ઉકેલવા બને દેશોએ ભાર મુક્યો છે. મોદીએ કહ્યું કે ત્રાસવાદ અને ભાગલાવાદી તત્ત્વો સામે સાથે મળીને લડવા ભારત અને જર્મનીએ પ્રતિબદ્ધતા દર્શાવી છે.
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ડ દિલ્હીમાં ચાની મજા માણી
ભારત પ્રવાસે આવેલા જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ડ રવિવારે રાજધાની દિલ્હીમાં એક ચાની દુકાનની મુલાકાત લીધી હતી અને તેઓએ અહીં સામાન્ય માનવીની જેમ કુલ્હડ વડે ચાની ચુસકીની મજા માણી હતી. ત્યાંથી બેંગલુરુ પહોચેલા સ્કોલ્ડે ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં આરસીબીના ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેની સાથે વાતચીત કરી હતી.
બંને દેશો વચ્ચે પાંચ કરાર
ભારત અને જર્મનીના બિઝનેસ ડેલિગેશન વચ્ચે પાંચ મહત્ત્વના કરાર થયા હતા જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, નિટેક, આઈટી, ટેલિકોમ અને સપ્લાય ચેન વૈવિધ્યકરણ સેક્ટર માટે દ્વિપક્ષીય સહયોગ વધારવા ભાર મુકાયો
હતો. ગ્રીન એનર્જી મુદ્દે પણ બંને દેશો સાથે મળીને કામ કરશે. સ્કોલ્ડ સાથેની વાતચીતમાં મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવા સુરક્ષા અને ડિફેન્સ સહયોગ પર ભાર મૂક્યો હતો.


comments powered by Disqus