સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Wednesday 01st March 2023 06:08 EST
 

• સોનિયા ગાંધીના રાજનીતિમાંથી સંન્યાસના સંંકેતઃ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોંગ્રેસના 85મા મહાસત્રમાં સોનિયાએ કહ્યું કે, ભારત જોડો યાત્રા સાથે મારો કાર્યકાળ પૂરો થઈ શકે છે.
• પાક.માં તાલીમ લીધેલો ‘ખતરનાક’ આતંકી મુંબઈમાં પ્રવેશ્યોઃ એનઆઇએએ મુંબઈ પોલીસને ખતરનાક આતંકી સરફરાઝ મેનન મુંબઈ પહોંચ્યો હોવાની માહિતી આપી. સરફરાઝ મોટી ઘટનાને અંજામ આપી શકવાની શક્યતા દર્શાવી.
• બાંગ્લાદેશી બદમાશોનો BSF જવાનો પર હુમલોઃ બંગાળમાં આંતરરાષ્ટ્રીય સરહદે તહેનાત બીએસએફના જવાનો પર 100થી વધુ બાંગ્લાદેશી ગ્રામજનોએ હુમલો કર્યો. જેમાં બે ભારતીય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
• પીએમ કિસાન યોજનાના રૂ. 16 હજાર કરોડ મોદીએ જમા કર્યાઃ વડાપ્રધાન મોદીએ સોમવારે કર્ણાટકના કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 16 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા
• 250 કરોડનું સ્કોલરશિપ કૌભાંડઃ 13 સંસ્થાઓની અનિયમિતતા મળીઃ રૂ. 250 કરોડના કૌભાંડમાં સીબીઆઇને 13 શૈક્ષણિક સંસ્થાની અનિયમિતતા મળી છે. કૌભાંડમાં 2000 નકલી વિદ્યાર્થીઓના નામે રૂ.250 કરોડની શિષ્યવૃત્તિ લીધી હતી.
• એલજી મનોજ સિંહાને હટાવવા કાશ્મીરી પંડિતોની અપીલઃ પુલવામામાં કાશ્મીરી પંડિતોની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં ગુસ્સે ભરાયેલા કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા લોકોએ પીએમ અને અમિત શાહ સામે રાજ્યપાલ મનોજ સિંહાના રાજીનામાની અને તેમની સુરક્ષા વધારવા માગ કરી.
• શ્રીલંકામાં વિપક્ષો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શનઃ શ્રીલંકામાં આર્થિક કટોકટીના કારણે સ્થાનિક ચૂંટણી મોકૂફ રાખતાં વિરોધપક્ષ દ્વારા સોમવારે રસ્તા પર ઉતરી પ્રદર્શન અને કરવામાં આવ્યાં. દેખાવકારોને વિખેરવા પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા.
• પાકિસ્તાનની નાદારીથી હોસ્પિટલ્સને પણ લાગી શકે તાળાંઃ પાકિસ્તાનમાં દવા ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની આયાત બંધ થતાં ઉત્પાદન ઘટ્યું છે. આ કારણે લાખો-કરોડો દર્દીઓને જીવનજરૂરી દવા મેળવવા માટે ઝઝૂમવું પડી રહ્યું છે.
• ચીન, પાકિસ્તાન મદદ બંધ કરાશેઃ નિક્કી હેલીઃ રાષ્ટ્રપતિપદની રેસમાં ઉતરેલાં નિક્કી હેલીએ કહ્યું કે, જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ચીન, પાકિસ્તાન અને ઇરાકને અમેરિકા તરફથી મળનારી તમામ મદદ બંધ કરી દેશે.
• નેવાર્ક-દિલ્હી ફ્લાઇટનું કરાયું ઇમર્જન્સી લેન્ડિંગઃ નેવાર્ક એરપોર્ટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હવામાં ઓઇલ લીક થતાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવાયું. 300 યાત્રીઓ ભરેલી ફ્લાઇટને સ્ટોકહોમ લઈ જવાઈ હતી.
• હોંગકોંગની મોડેલની હત્યાઃ સાસરિયાંની ધરપકડઃ હોંગકોંગની જાણીતી મોડલ અને સોશિયલ ઇન્ફ્લુએન્સર એબ્બી ચોઇની હત્યા કરીને ટુકડા કરવાના આરોપસર તેના પૂર્વ પતિનાં માતા-પિતા, દિયરની ધરપકડ કરાઈ છે, જ્યારે પૂર્વ પતિ ફરાર છે.
• સલાઉદ્દીન પાક.માં ખુલ્લેઆમ ફરે છેઃ પાક.ને એફએટીએફનો કડક સંદેશોઃ એફએટીએફએ પાકિસ્તાનને કડક સંદેશો આપતાં કહ્યું છે કે, તેના દ્વારા ટેરર ફંડિંગ મુદ્દે થઈ રહેલી કાર્યવાહી પર તે નજર રાખી રહ્યું છે. હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાઉદ્દીન પાકિસ્તાનમાં જાહેરમાં જોવા મળ્યા અંગે પાકિસ્તાન પર હવે સંગઠન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.


comments powered by Disqus