કરાચીઃ પાકિસ્તાનમાં છુપાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓ અને તેમના સહયોગીઓને વીણીવીણીને ખતમ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે પડોશી દેશમાં ભારતના ઘણા દુશ્મનો માર્યા ગયા છે. હવે આ યાદીમાં દાઉદ ઇબ્રાહિમની ડી ગેંગના વધુ એક ડોનનો ઉમેરો થયો છે. મોહંમદ સલીમ કરાચીની દિલ્હી કોલોનીમાં રહેતો હતો. સલીમની હત્યા બાદ તેની લાશ ત્યારી નદીમાં ફેંકી દેવામાં આવી હતી. ગત અઠવાડિયે વઝિરિસ્તાનમાં ‘જૈશ-એ-મોહંમદ’ના વડા મસૂદ અઝહરની નજીકના કહેવાતા દાઉદ મલિકની હત્યા કરાઈ હતી.

