ભારતીય સૈનિકોએ માલદીવ છોડવું પડશેઃ મોઈજ્જુ

Wednesday 01st November 2023 07:10 EDT
 
 

નવી દિલ્હીઃ માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇજ્જુનું કહેવું કે માલદીવ સંપૂર્ણપણે સ્વતંત્ર થવાનો ઇરાદો ધરાવે છે. તેના લીધે તે ત્યાં હાજર ભારતીય સૈનિકોને ત્યાંથી ચાલ્યા જવાનું કહેશે. નવી દિલ્હી અને બેઇજિંગ બંને પ્રભાવ માટે હરીફાઈ કરી રહ્યા છે. ચૂંટણી દરમિયાન મુઇજ્જુએ ઈબ્રાહિમ સોલિહ પર ભારતને નિરંકુશ પ્રભુત્વ આપવાનો આરોપ મૂક્યો હતો.
હિન્દ મહાસાગરના દ્વીપસમૂહના નવા ચૂંટાયેલા પ્રમુખ મુઇજ્જુએ જણાવ્યું કે, વિદેશી લશ્કર તરીકે ભારતીય લશ્કરની હાજરી છે, પણ આ વાત ભારતીય લશ્કર પૂરતી જ મર્યાદિત નથી. બીજા કોઈ દેશના લશ્કરની હાજરી હોત તો પણ આ જ દૃષ્ટિકોણ હોત.


comments powered by Disqus