રોયલ ફોટોગ્રાફીક સોસાયટીના ‘ફેન્ટન મેડલ્સ એવોર્ડ’ ૨૦૨૩ના વિજેતા રાજેન નંદવાણા : શોખને કોઇ સીમા નડતી નથી

-જ્યોત્સ્ના શાહ Tuesday 31st October 2023 09:47 EDT
 
 

રોયલ ફોટાગ્રાફીક સોસાયટી (RPS) ને ઉત્કૃષ્ટ સેવા સાદર કરવા બદલ દર વર્ષે વિશ્વભરના શ્રેષ્ઠ ફોટોગ્રાફરોની શ્રેણીમાં ચાર જણને ફેન્ટન મેડલ્સ એવોર્ડથી નવાજાય છે. ૧૪૫ વર્ષ જૂની આ સંસ્થાએ આ પ્રકારનો એવોર્ડ ૪૩ વર્ષ અગાઉ આપવાનું શરૂ કર્યું હતું. પ્રથમવાર આ એવોર્ડ ભારતીયને મળ્યો છે જે એક ભારતીય તરીકે ગૌરવ ઉપજાવનારી ઘટના છે. ૨૦૨૩નો એવોર્ડ માટે શ્રી રાજેન નંદવાણાની એમની સેવા બદલ પસંદગી કરાઇ છે. તેઓશ્રી રોયલ સોસાયટી ઇન્ડિયા ચેપ્ટરના ચેર છે. તેઓશ્રી સ્થાનિક સભ્યોને ફોટોગ્રાફી કલામાં આગળ વધવા પ્રેરિત કરે છે અને એ માટેની જરૂરી સહાય પૂરી પાડે છે. ભારતીય ઉપખઁડોના તેજસ્વી ફોટોગ્રાફરોને આંતર રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ મળે એ માટે મદદરૂપ થાય છે. તેઓશ્રી RPSના સ્થાપક સભ્યની રૂએ કાઉન્સિલ સભ્યોના નામોની પસંદગી અને પરિક્ષણની કમિટીમાં છે. ભારતીય ફોટોગ્રાફીના નેતા તરીકે તેમણે “ધ સર્કલ ઓફ કન્ફયુશન”ફોટોગ્રાફીક ફોરમ સ્થાપ્યું છે. કલાકાર જગતમાં નવોદિત, ઉત્સાહી કલાકારોને સ્થાન પ્રાપ્ત કરવા તેઓ પ્રેરિત કરે છે. સાથે મળીને શીખવું અને વિકસવું એ તેમનો ધ્યેય છે. ફોટોગ્રાફીની ઝીણવટભરી ટેકનીકલ માહિતીના જ્ઞાનથી કઇ રીતે સુંદર તસવીરો કચકડાના પરદે મઢવી એમાં એમણે નિપુણતા મેળવી છે. અને એ શિક્ષણની વહેંચણ કરે છે જેને એ શીખવાની ભૂખ હોય છે.
તેઓશ્રી મુંબઇ સ્થિત બીઝનેસમેન છે. ફોટોગ્રાફી અને શિક્ષણ એ એમના શોખના વિષયો છે. મોટી વયે ફોટોગ્રાફી ક્ષેત્રમાં પદાર્પણ કરી સિધ્ધિ મેળવી છે. પોતાની લગન/પેશનના કારણે સ્વબળે જ ફોટોગ્રાફી કલામાં નિપુણતા મેળવી કુદરતી દ્રશ્યો, ઇમારતો અને વ્યક્તિઓની ભાવનાસભર તસવીરો ખેંચી જે પોતાની કહાની કહેવા સમર્થ છે. આમેય શબ્દોની તાકાત કરતા એક કદમ આગળ ‘‘ તસવીર બોલે છે”. શોખને કોઇ સીમા નડતી નથી. તેમની સર્જનકલા વૈશ્વિક સ્તરે ગણનાપાત્ર છે.
એમની તસવીરો અને ઇન્ટરવ્યુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને પ્રકાશનોમાં અને RPS લેન્ડસ્કેપ મેગેઝીનો સહિત અનેકોમાં પ્રકાશિત થયા છે.
તેમની તસવીરો જર્મનીમાં ઝીંગ્સ ફોટો ફેસ્ટીવલમાં અપ્સન ગેલેરીમાં પણ પ્રસ્તુત કરાઇ હતી. વધુ વિગત માટે એમની વેબસાઇટ www.
rajennandwana.com
આ સિધ્ધિ માટે શ્રી રાજેનભાઇને અભિનંદન.


comments powered by Disqus