ઇજિપ્તના રાષ્ટ્રપતિનો મોદીને ફોન

Wednesday 01st November 2023 07:17 EDT
 

હમાસ-ઇધરાયલ યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને ઇજિપ્તના રાષ્ટ્રપતિએ ફોન કર્યો હતો. પીએમ મોદીએ ફોન કરીને સીસીએ પશ્ચિમ એશિયામાં વધી રહેલી અસુરક્ષા અને આતંકવાદને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

• જર્મની 2 લાખ શરણાર્થીઓને ડિપોટ કરશે: જર્મનીમાં ગેરકાયદે શરણાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થતાં જર્મન સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે, જે અંતર્ગત 2 લાખ શરણાર્થીને ડિપોટ કરાશે, જે પૈકી 2 લાખને દેશનિકાલ કરાયો છે.

• ગાઝામાં નિઃસહાય લોકોની લૂંટ ચલાવી: ગાઝા પટ્ટીમાં રહેતા લોકોની સ્થિતિ દરરોજ બદથી બદતર થઈ રહી છે અને તંત્ર નિષ્ફળ ગયું છે. હજારો લોકોએ લોટ અને જીવનજરૂરી વસ્તુઓ માટે સંયુક્ત રાષ્ટ્રના ગોડાઉનમાં લૂંટ ચલાવી હતી.

• જાસૂસી માટે કુખ્યાત કંપની અને ચીનના જહાજની શ્રીલંકામાં એન્ટ્રીઃ જાસૂસીના આરોપો પછી શ્રીલંકાએ વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધિત ચીની ટેક કંપની હ્યુઆવેઈને તેની 10 હજારથી વધુ શાળાઓને ડિજિટલાઇઝ કરવાનું કામ સોંપ્યું છે. ઉપરાંત ચીનના એક સંશોધન જહાજને કોલંબા બંદર પર પડાવ નાખવાની મંજૂરી અપાઈ છે.


comments powered by Disqus