સિંગાપોરઃ બુધવારે ભારતીય મૂળના એક પુરુષને ગાંજાની દાણચોરીના અપરાધસર ફાંસીની સજા આપવામાં આવી હતી. આ કેસમાં સંયુક્ત રાષ્ટ્રે ફાંસીની સજાને મુદ્દે પુનઃ વિચારણા કરવા અપીલ કરી હતી, પરંતુ સિંગાપોરે તે અપીલને ફગાવી દેતાં ભારતીય મૂળના 46 વર્ષના તંગારાજુ સુખૈયાને ફાંસીની સજા આપી હતી. તંગારાજુ સામે એક કિલોથી વધુ ગાંજાની દાણચોરીના આરોપ લાગ્યા હતા.
સિંગાપુરના ગૃહમંત્રાલયે મંગળવારે જવાબ આપ્યો હતો કે, તંગારાજુનો અપરાધ જેટલો કહેવામાં આવે છે તેના કરતાં મોટો છે. તેની પાસે બે ફોન નંબર હતા. કેફી દ્રવ્યોની ડિલિવરી માટે તે બંને ફોનનો ઉપયોગ કરતો હતો. વર્ષ 2018માં તેને ગાંજાની દાણચોરીના અપરાધસર મૃત્યુદંડની સજા કરાઈ હતી. પરિવારે તેને માફ કરવા દયાની અરજી પણ કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રે તેને ફાંસીની સજા ન આપવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, વિશ્વકક્ષાએ મૃત્યુદંડની સજા અપરાધો રોકવામાં પ્રભાવી સાબિત નથી થઈ.

