મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના એક દરિયાકિનારે સોમવારે બે હેલિકોપ્ટર પરસ્પર અથડાઈ ગયાં હતાં. આ દુર્ઘટનામાં 4 લોકો મૃત્યુ પામ્યા અને 13 ઘવાયા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યું હતું અને બીજું લેન્ડ કરી રહ્યું હતું. મૃતકોમાં ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરના પાઇલટ અને ત્રણ લોકો સામેલ હતા. બીજા હેલિકોપ્ટરનો પાઈલટ લેન્ડ કરાવવામાં સફળ રહ્યો. જેના લીધે કોઈ યાત્રીને ગંભીર ઈજા થઈ નહોતી.

