વિયેનામાં વિદેશપ્રધાન જયશંકર: ભારત માટે ચીન ગંભીર પડકાર

Wednesday 04th January 2023 06:00 EST
 
 

નવી દિલ્હી: વિદેશપ્રધાન એસ. જયશંકરે ચીન સાથેની સમસ્યાને એક ગંભીર પડકાર ગણાવી હતી અને પાકિસ્તાન પર પણ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ તરફથી સીમા પારની આતંકવાદની સમસ્યા હજુ પણ જળવાયેલી છે. જયશંકર વિયેનામાં પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરતાં હતાં. જયશંકરે જણાવ્યું હતું કે શાસનમાં બદલાવ બાદથી આપણી રાષ્ટ્રીય સુરક્ષા ખૂબ જ મજબૂત થઇ છે. મેં તમને લોકોને શાસનમાં બદલાવ અંગે વાત કરી છે. આ સમયગાળા દરમિયાન આપણી રાષ્ટ્રીય સુરક્ષામાં પણ ઘણા ઊંડા બદલાવ આવ્યા છે અને તેમાંના ઘણા બધા નિશ્ચિત રૂપથી અધિક તીવ્ર પડકારોની આસપાસ કેન્દ્રિત છે કે જેનો આપણે ચીનની સાથે આપણી ઉત્તરીય સરહદ પર સામનો કરી રહ્યા છીએ. પાકિસ્તાન સાથેની સીમા પર આતંકવાદની સમસ્યા આપણી સામે ઊભેલી જ છે. ગાલવાન અને તવાંગ અથડામણ પર બોલતાં જયશંકરે જણાવ્યું હતું કે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે નવ ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અથડામણ સર્જાઇ હતી. સામસામી લડાઇમાં બન્ને પક્ષમાં સૈનિકોને સામાન્ય ઇજાઓ થઇ હતી.


comments powered by Disqus