અફઘાનિસ્તાને ભારતમાં દૂતાવાસ બંધ કર્યું

Wednesday 04th October 2023 08:16 EDT
 
 

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાને ભારત સરકાર તરફથી સહકારના અભાવનું કારણ ધરીને 1 ઓક્ટોબર રવિવારથી નવી દિલ્હી ખાતેના પોતાના દૂતાવાસનું કામકાજ બંધ કર્યું છે. દૂતાવાસે નિવેદનમાં જણાવ્યું કે, ‘નવી દિલ્હી સ્થિત અફઘાન દૂતાવાસ ભારે ખેદ સાથે બંધ કરવાના નિર્ણયની જાહેરાત કરે છે. અફઘાન-ભારત ઐતિહાસિક સંબંધો અને લાંબા સમયથી ચાલતી ભાગીદારીને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વકની વિચારણાના અંતે આ નિર્ણય લેવાયો હતો.' 


comments powered by Disqus