સ્ટોકહોમઃ વર્ષ 2023 માટેના નોબેલ પ્રાઇઝની સોમવારથી જાહેરાત કરવાનું શરૂ થઈ ગયું છે. સૌપ્રથમ મેડિસિન માટેનાં નોબેલ પ્રાઇઝ વિજેતાનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં અનેરું યોગદાન આપવા માટે હંગેરીના કેટાલિન કારિકો અને અમેરિકાના ડ્રુ વીસમેનને 2023માં મેડિસિનના નોબેલ પ્રાઇઝ માટે પસંદ કરવામાં આવ્યાં છે. તેમણે ન્યૂક્લિયોસાઇડ બેઝ સંશોધન કર્યાં હતાં, તેથી તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.
કેટાલિન કારિકો હંગેરિયન અમેરિકન બાયોકેમિસ્ટ છે. તેઓ આરએનએ મિડિએટેડ મિકેનિઝમમાં નિષ્ણાત છે. LA ડુ વીસમેન અમેરિકાના સંશોધક છે. તેઓ આરએનએ જીવ વિજ્ઞાનમાં મહત્ત્વના સંશોધક રહ્યા છે. તેઓ પેન્સિલવેનિયામાં મેડિસિનના પ્રોફેસર રહી ચૂક્યા છે. તેમણે કોરોનાની વેક્સિન વિકસાવવા મદદ કરી છે.

