પાક.માં આતંકી હાફિઝના સાથી અને પુત્રની હત્યા

Wednesday 04th October 2023 08:14 EDT
 
 

કરાચીઃ આતંકવાદી હાફિઝ સઇદના સહયોગીની પાક.માં હત્યા કરાઈ છે. 26/11ના મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદનો જમણા હાથ ગણાતા મુફ્તી કૌસર ફારુકને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી. આ હત્યા સાથે ભારતનો વધુ એક દુશ્મન ખતમ થઈ ગયો છે. કૌસરની હત્યા કોણે કરી તે હજુ જણાયું નથી. હજુ કોઈએઆ હત્યાની જવાબદારી લીધી નથી.
આતંકી સંગઠન લશ્કરના પ્રમુખ હાફિઝ સઇદનો પુત્ર કમાલુદ્દીન અચાનક ગાયબ થતાં પાકિસ્તાનની આઇએસઆઇ સહિતની એજન્સીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જે બાદ તેનો મૃતદેહ પેશાવરમાંથી મળતાં તંગદિલી ફેલાઈ છે. કમાલુદ્દીનની હત્યા કોઈ અજાણ્યા તત્ત્વોએ કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઇદ હાલ પાક,ની જેલમાં બંધ છે.


comments powered by Disqus