હરારેઃ ઝિમ્બાબ્વેમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં હીરાની ખાણ નજીક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર ભારતીય અબજપતિ અને રિયોઝિમ નામક ખનન કંપનીના માલિક હરપાલસિંહ રંધાવા અને તેમના પુત્ર સહિત 6 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.કંપનીનું ખાનગી વિમાન હરારેથી મુરોવા ખાતેની હીરાની ખાણ તરફ જતું હતું, ત્યારે મશાવા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

