માલદીવના નવા પ્રમુખ ચીન સમર્થક

Wednesday 04th October 2023 08:17 EDT
 
 

માલદીવમાં પ્રમુખપદની ચૂંટણીમાં મોહંમદ મુઇજ્જનો વિજય થતાં ભારતની ચિંતા વધી છે, કેમ કે મોહંમદને ચીન સમર્થક માનવામાં આવે છે.

•સ્પેનમાં નાઇટ ક્લબમાં આગ, 13નાં મૃત્યુઃ સ્પેનમાં દક્ષિણ-પૂર્વમાં આવેલા મર્સિયા શહેરની નાઇટ ક્લબમાં આગ લાગતાં 13નાં મૃત્યુ થયા.

• પાક. અફઘાન પર કરી શકે એરસ્ટ્રાઇકઃ એક સમયે તાલિબાનને સમર્થન આપનારા પાકિસ્તાન માટે અફઘાનિસ્તાન સંકટ બની ઊભું છે, જેથી અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરવા તે આતુર છે.

• ઇરાને 20 ફ્લાઇટ્સને ગેરમાર્ગે દોરીઃ ઇરાને 15 દિવસમાં ખોટા જીપીએસ સિગ્નલ મોકલતાં 20 વિમાનો ભૂલાં પડ્યાં હતાં, બગદાદ એટીસીનો સહારો લઈ ફ્લાઇટ્સ નિયત સ્થાને પહોંચી હતી.

• સર્બિયાએ નાટો સામે ઘાતક ટેન્ક ગોઠવીઃ સર્બિયા અને કોસોવોનો વિવાદ વણસી રહ્યો છે. સર્બિયાએ સરહદે ટેન્ક, સૈનિકો તહેનાત કર્યાં છે.

• પાકિસ્તામાં 2 બ્લાસ્ટથી 55નાં મોતઃ બલુચિસ્તાનના મસ્તુંગ અને ખૈબર પખ્તુનખ્વાંમાં શનિવારે બે બ્લાસ્ટ થતાં કુલ 55 લોકોનાં મોત થયાં, જ્યારે અનેક લોકો ઘવાયા છે.

• ભારત સાથે સારા સંબંધોની ઇચ્છાઃ ટ્રુડોઃ નિઝ્ઝરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે ટ્રુડોએ કહ્યું કે, 'ભારત સાથે સંબંધો જાળવી રાખવા માગે છે.'

• પાકિસ્તાનમાં ઇમરાન સૌથી વધુ લોકપ્રિયઃ નવાઝ શરીફની પાર્ટીએ કરાવેલા સરવેમાં ખુલાસો થયો છે કે, નવાઝ શરીફ કરતાં તહેરિક-એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાનની લોકપ્રિયતા વધુ છે.

• તાઇવાને સ્વદેશી સબમરિન બનાવીઃ તાઇવાને ચીન સામે તેની પ્રથમ સ્વદેશી સબમરિન રજૂ કરી છે. આ સબમરિન ‘નારવોલ’નું ગુરુવારે આયોજિત એક કાર્યક્રમમાં અનાવરણ કરાયું હતું.

• વિદેશમાં 90 ટકા ભિખારી પાકિસ્તાનીઃ વિદેશોમાં ધરપકડ કરાતા 90% ભિખારી પાકિસ્તાની નાગરિક હોય છે. ઇરાન અને સાઉદી અરેબિયાએ આ અંગે પાક.ને ચેતવણી આપી છે.


comments powered by Disqus