કરાચીમાં હિન્દુ ડોક્ટરની હત્યાઃ ટાર્ગેટ કિલિંગની શંકા

Wednesday 05th April 2023 06:56 EDT
 
 

કરાચીઃ પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓ પર ત્રાસની ઘટનાઓ વધી રહી છે. બળજબરીથી ધર્માંતરણના અને હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને લગ્ન કરવાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે કરાચીમાં હિન્દુ ડોક્ટરની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. હિન્દુ ડોક્ટર બિરબલ જેનાની તેમના ક્લિનિકથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા હુમલાખોર દ્વારા તેમને ગોળી મારવામાં આવી હતી. બિરબલ જેનાની આંખના સ્પેશિયાલિસ્ટ હતા અને કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં સિનિયર ડિરેક્ટર હતા. પોલીસે આ ઘટનાને ટાર્ગેટ કિલિંગ ગણાવી હતી. 


comments powered by Disqus