પાક.માં મફત ખાદ્યવિતરણમાં ધક્કામુક્કી થતાં 11 લોકોનાં મોત

Wednesday 05th April 2023 06:56 EDT
 
 

કરાચીઃ પાકિસ્તાનના કરાચી શહેરમાં રમજાન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં થયેલી ધક્કામુક્કીમાં મહિલા અને બાળકો સહિત કુલ 11 લોકોનાં મોત હોવાનું સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
મૃતકોમાં આઠ મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે રમજાન ખાદ્ય વિતરણ કેન્દ્રમાં મફતમાં ખાદ્યવસ્તુઓ આપવામાં આવી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ અજાણતામાં વીજળીના વાયર પર પગ મૂકી દેતાં બે લોકોનાં મોત થયા છે. ત્યારબાદ લોકોએ એકબીજાને ધક્કા મારવાનું શરૂ કરી દીધું હતું. ભીડના દબાણને કારણે દીવાલ તૂટી પડતાં બે મહિલાઓ અને બે બાળકો નાળામાં પડી ગયાં હતાં. પાકિસ્તાનમાં મફત રાશન વિતરણ કેન્દ્રોમાં ધક્કામુક્કીને કારણે મૃતકોની સંખ્યા 22 થઈ છે. શાહબાઝ શરીફે ગયા સપ્તાહે રાશન વિતરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો.


comments powered by Disqus