બાજવા ભારત સાથે સંબંધ સુધારવા માગતા હતાઃ ઇમરાન

Wednesday 05th April 2023 06:56 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને દાવો કર્યો છે કે, દેશના પૂર્વ સૈન્યવડા કમર જાવેદ બાજવાએ તેમને ભારત અને પાકિસ્તાન વચ્ચે પુનઃ સારા સંબંધ વિકસાવવા મજબૂર કર્યા હતા. પાકિસ્તાનની સમાચાર ચેનલના અહેવાલમાં આ હકીકત સામે આવી છે. પાકિસ્તાનની તહરિક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખે આરોપ લગાવ્યા હતા કે બાજવા સિદ્ધાંતોને વરેલી વ્યક્તિ નથી. ઇમરાનખાને વધુમાં કહ્યું કે દેશમાં 90 દિવસમાં ચૂંટણી નહીં યોજાય તો બંધારણ નહીં બચે. આમ કરવાથી તેમને સીધી કાર્યવાહી કરવામાં મદદ મળશે. શાહબાઝ સરકારે આપેલી એક ટિપ્પણીના અનુસંધાનમાં ઇમરાને આ ટિપ્પણી આપી છે. 


comments powered by Disqus