તુર્કીમાં કુદરતનો ચમત્કાર કહી શકાય તેવી ઘટનામાં 6 ફેબ્રુઆરીના ભૂકંપના પાંચેક દિવસ બાદ હતાયમાં કાટમાળ તળેથી જીવતા મળી આવેલા વેટિન બેગડાસ નામના સાડાત્રણ મહિનાના એક બાળકનું ભૂકંપના 54 દિવસ બાદ તેની માતા સાતે પુનઃમિલન થયું છે. જીવતા મળી આવેલા બાળકની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.

