WDHAને કિંગ્સ એવોર્ડ ફોર વોલન્ટરી સર્વિસ એનાયત

Wednesday 06th December 2023 07:21 EST
 
 

લંડનઃ વેલિંગ્બરો ડિસ્ટ્રિક્ટ હિન્દુ એસોસિયેશન (WDHA)ને કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા કિંગ્સ એવોર્ડ ફોર વોલન્ટરી સર્વિસ જાહેર કરવામાં આવ્યો છે. કિંગ્સ એવોર્ડ ફોર વોલન્ટરી સર્વિસ યુકેમાં પોતાની કોમ્યુનિટીઓ માટે નોંધપાત્ર કામગીરીની કદર કરવા માટે વોલન્ટીઅર ગ્રૂપ્સને અપાતો સર્વોચ્ચ એવોર્ડ છે. વેલિંગ્બરો ડિસ્ટ્રિક્ટ હિન્દુ એસોસિયેશન (WDHA)ની સ્થાપના 1970ના દાયકાના પ્રારંભમાં કોમ્યુનિટી વોલન્ટીઅર્સના ગ્રૂપ દ્વારા કરવામાં આવી હતી. આ પછી, કોમ્યુનિટી અને વોલન્ટીઅર્સના ભંડોળ થકી એક બિલ્ડિંગ ખરીદાયું હતું. હિન્દુ સેન્ટર 45 કરતાં વધુ વર્ષથી વેલિંગ્બરો અને સમગ્ર નોર્ધમ્પ્ટનશાયરમાં કોમ્યુનિટીની સેવા કરી રહ્યું છે. અહીં સંખ્યાબંધ ધાર્મિક અને કોમ્યુનિટી મેોળાવડાના ઈવેન્ટ્સ, બાળકો, પરિવારો અને સ્તાનિક શાળાઓ માટે શૈક્ષણિક અને સ્પોર્ટ્સ પ્રોગ્રામ્સ યોજવામાં આવે છે. આના મારફત હજારો લોકોને સપોર્ટ મળે છે.


comments powered by Disqus