એક્ટર રણદીપ હૂડા લિન લેશરામ સાથે લગ્નબંધને બંધાયો

Wednesday 06th December 2023 07:15 EST
 
 

એક્ટર રણદીપ હૂડા વીતેલા સપ્તાહે મણિપુરની જાણીતી મોડેલ લિન લેશરામ સાથે લગ્નબંધને બંધાયો છે. રણદીપ હૂડા અને લિન છેલ્લા ચાર વર્ષથી રિલેશનશિપમાં હતા. રણદીપ કરતાં 10 વર્ષ નાની લિન લેશરામ મણિપુરની જાણીતી મોડેલ હોવા ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી પણ છે. રણદીપ હૂડાનું મેરેજ ફંક્શન મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં યોજાયું હતું, જેમાં બંનેના પરિવારના સભ્યો અને મિત્રોએ જ હાજરી આપી હતી. રણદીપ અને લિન મૈતેઈ પરંપરા મુજબ લગ્નબંધને બંધાયા હતા. આ પ્રસંગે રણદીપ અને લિન પરંપરાગત મણિપુરી વેડિંગ પોશાકમાં સજ્જ હતાં. રણદીપ સફેદ સુતરાઉ ધોતી, કુર્તા અને પાઘડી કે જેને સ્થાનિકો કોક્યુત તરીકે ઓળખે છે, તેમાં સજ્જ હતો. જ્યારે, લિને પોટલોઈ અથવા પોલોઈ પહેરી હતી, જે જાડા વસ્ત્ર અને સખત વાંસનો બનેલો નળાકાર સ્કર્ટ છે. બન્નેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 


comments powered by Disqus