ઇસરોએ જણાવ્યું કે, મિશન આદિત્ય એલ-1ના સોલર વિન્ડ પાર્ટિકલ એક્સ્પેરિમેન્ટે સૌર હવાનું અવલોકન શરૂ કરી દીધું છે.
• ચીનની બીમારીથી 6 રાજ્યમાં એડવાઇઝરી જાહેરઃ ચીનમાં ફેફસાંને ફુલાવતી રહસ્યમય RS અને H9N2 બીમારીથી રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને તામિલનાડુમાં એડવાઇઝરી જાહેર કરાઈ છે.
• આસામમાં મંદિરને આગ ચાંપનારાના ઘર પર બુલડોઝર: કરીમગંજના દમચરા પુંજીમાં 200 વર્ષ જૂના શિવનારાયણ મંદિરને આગ ચાંપનારા લોકોની સામે સોમવારના દિવસે વહીવટી તંત્રએ આક્રમક કાર્યવાહી કરતાં બુલડોઝર ફેરવ્યું હતું.
• ખાલિસ્તાન હરવિંદરસિંહ રિંદાના પિતા-ભાઈની ધરપકડઃ મહારાષ્ટ્ર પોલીસે ખાલિસ્તાની આતંકી હરવિંદરસિંહના પિતા - ભાઈની જબરજસ્તીથી પૈસા વસૂલવાના કેસમાં ધરપકડ કરી.
• બિહારની શાળામાં હિન્દુ તહેવારોની રજા રદઃ બિહારમાં વર્ષ 2024માં શાળાની રજાઓના નવા કેલેન્ડરમાં રક્ષાબંધન, મહાશિવરાત્રી અને જન્માષ્ટમીની રજાઓ કાઢી નાખવામાં આવતાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવાયો છે.
• યુદ્ધવિરામ પૂર્ણ થતાં ગાઝામાં 2 દિવસમાં 700નાં મોતઃ યુદ્ધવિરામ પૂર્ણ થવાના બે દિવસમાં જ ગાઝામાં ઇઝરાયલે કાર્પેટ બોમ્બિંગ કરતાં 2 દિવસમાં 700થી વધુનાં મોત થયાં છે. પેલેસ્ટાઇનીઓનો મૃત્યુઆંક 16 હજારને આંબી ગયો છે.
• ન્યૂઝીલેન્ડમાં 3 ખાલિસ્તાની દોષિતઃ ન્યૂઝીલેન્ડમાં ભારતીય રેડિયો હોસ્ટની હત્યાના પ્રયાસના કેસમાં 3 ખાલિસ્તાનીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ શખ્સોએ હરનેકસિંહ પર 40 વખત જીવલેણ હુમલો કર્યો હતો.
• બાલ્ટિસ્તાનમાં બસ પર આતંકી હુમલો: 8નાં મોતઃ પાક.ના કબજાવાળા કાશ્મીરના ગિલગિટ બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં શનિવારે આતંકીઓએ મુસાફરો ભરેલી એક બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. આ હુમલામાં 8 લોકોનાં મૃત્યુ થયાં છે.

