ઇસરોનાં પ્રક્ષેપણોનો અવાજ વલારમથીનું અવસાન

સંક્ષિપ્ત સમાચાર

Wednesday 06th September 2023 07:22 EDT
 
 

ઇસરોના વૈજ્ઞાનિક વલારમથીનું શનિવારે સાંજે ચેન્નઈ ખાતે હાર્ટએટેકથી અવસાન થયું છે. તેઓ ઇસરોમાં રોકેટ કાઉન્ટડાઉન લોન્ચ દરમિયાન પોતાના અવાજ માટે જાણીતાં હતાં.

• કોંગ્રેસે લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે પાર્ટીની ચૂંટણી સમિતિની રચના કરી. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કુલ 16 નેતાઓને સમિતિમાં સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

• વિપક્ષી ગઠબંધનની કો-ઓર્ડિનેશન કમિટીની જાહેરાતઃ વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયાની મુંબઈમાં ત્રીજી બેઠક યોજાઈ, જેમાં ગઠબંધને 13 સભ્યની સંકલન સમિતિની જાહેરાત કરી. જો કે બાદમાં સીપીઆઇ-એમ સભ્યનું નામ પણ જોડવામાં આવ્યું.

• મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઇકના અધિકારી મણિપુરમાં તહેનાતઃ મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરનારા સેનાના નિવૃત્ત અધિકારીને મણિપુરમાં શાંતિ સ્થાપવાની જવાબદારી સોંપાઈ છે, જ્યાં અત્યાર સુધી 190થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

• સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલઃ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત શિનવારે લથડતાં સારવાર માટે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. તબીબોની એક ટીમ તેમની કાળજી લઈ રહી છે.

• રૂ. 2000ની 93 ટકા નોટ બેન્કમાં પરતઃ 19 મેએ ચલણમાંથી બહાર કરાયેલી રૂ. 2000ની 93 % ચલણી નોટ બેન્કમાં પરત આવી છે. તેનું બજારમૂલ્ય રૂ. 3.32 લાખ કરોડ છે. આરબીઆઇ મુજબ 31 ઓગસ્ટ સુધી 0.24 % નોટ જ ચલણમાં છે.

• નહેરુ મેમોરિયલનું નામ વડાપ્રધાન સંગ્રહાલય થયુંઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નહેરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલીને વડાપ્રધાન સંગ્રહાલય કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય જૂનમાં લેવાયો અને 15 ઓગસ્ટે લાગુ કરવામાં આવ્યો.

• જમ્મુ-કાશ્મીરમાં ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીઃ જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને હટાવતા સરકારનાં પગલાંને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલે કહ્યું કે, જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપતા હજુ સમય લાગશે. ગમે ત્યારે ચૂંટણીઓ યોજવા સરકાર અને તંત્ર સજ્જ છે.


    comments powered by Disqus