અરુણાચલપ્રદેશ અને અક્સાઇ ચીનના વિસ્તારને ચીનના નકશામાં દર્શાવવામાં આવતાં ભારતે તેનો વિરોધ કર્યો છે. ચીન તેની આ હરકતને વાજબી ગણાવી રહ્યું છે.
• ઘણા દેશોમાં ‘પિરોલા’ વેરિએન્ટના કેસઃ કોરોનાનો નવી એક વેરિઅન્ટ બીએ.2.86 દુનિયાના કેટલાક દેશોમાં જોવા મળ્યો છે. તેને ‘પિરોલા’ નામ અપાયું છે. આ નવા વેરિઅન્ટને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે.
• બાંગ્લાદેશમાં વિરોધ પક્ષના અડધા કાર્યકરો વિરુદ્વ કેસઃ બાંગ્લાદેશમાં સત્તાધારી અવામી લીગે વિપક્ષ બીએનપીના 50 લાખ પૈકી 25 લાખ કાર્યકર વિરુદ્ધ કેસ દાખલ કરતાં વિપક્ષ તેને ષડયંત્ર ગણાવી રહ્યો છે.
• મેટાનો ચીનને ફટકોઃ ફેસબુકની પેરેન્ટ્સ કંપની મેટાએ ચીનનો એજન્ડા ચલાવતા 8,000 નકલી ખાતાં બંધ કર્યાં છે. મેટા મુજબ એક જૂથ અન્ય પ્લેટફોર્મ પર પણ દૂષણ ફેલાવે છે.
• પાક.માં પગાર કરતાં વીજબિલ વધુઃ પીઓકેમાં વીજળીની કિંમતમાં તીવ્ર વધારા સામે ભારે વિરોધ શરૂ થયો છે. આ વીજબિલ લોકોના મહિનાના પગાર કરતાં પણ વધારે હોવથી વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
• આઇએસઆઇના પૂર્વ વડા નજરકેદઃ ઇમરાનના નજીકના આઇએસઆઇના પૂર્વ ચીફ ફૈઝ હમીદની ધરપકડ માટેની તૈયારી કરાઈ છે. ફૈઝ હમીદ હાલમાં ઇસ્લામાબાદમાં નજરકેદ છે. તેમના ફાર્મહાઉસની બહા૨ સેનાના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
• યુક્રેન સામે રશિયાની સેતાન-2 મિસાઇલો તહેનાતઃ યુક્રેન સામે રશિયાએ બેલેસ્ટિક મિસાઇલ આ૨એસ-28 સરમત મિસાઈલો તહેનાત કરી છે. આ મિસાઈલોબિન સત્તાવાર રીતે સેતાન-2 તરીકે પણ ઓળખાય છે.
• પાકિસ્તાન રાષ્ટ્રપતિ સેનાના સકંજામાંઃ ઈમરાન ખાનના સમર્થક રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને સેનાએ ઘેરી લીધા છે. આ પગલું અલ્વીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા રોકવા માટે લીધું છે.

