ભારતવંશી થર્મન શન્મુગરત્નમ સિંગાપોરના પ્રેસિડેન્ટ બન્યા

Wednesday 06th September 2023 07:07 EDT
 
 

સિંગાપોરઃ સિંગાપોરમાં જન્મેલા અને ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન શન્મુગરત્નમનું સિંગાપોરના પ્રેસિડેન્ટ બની ગયા છે. બે ચાઇનીઝ હરીફને પછાડીને તે 70 ટકા મત મેળવવામાં સફળ રહ્યા છે એમ જાહેર કરાયેલા સેમ્પલ કાઉન્ટ રિઝલ્ટમાં જણાવાયું છે.
સિંગાપોરના પ્રમુખપદની રેસમાં 66 વર્ષીય થર્મન અને બે ઉમેદવાર ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર ઇન્વેસ્ટમેન્ટ કોર્પ (જીઆઇસી)ના ભૂતપૂર્વ ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ૨ એન.જી. કોક સોંગ અને સરકારી માલિકીના એનટુક ઇન્કમના ભૂતપૂર્વ વડા તાન કિન લિયાન પણ હતા.
75 વર્ષના સોંગને 16 ટકા અને 75 વર્ષના લિયાનને 14 ટકા મત મળ્યા હોવાનું સેમ્પલ કાઉન્ટ રિઝલ્ટ્સ કહે છે. થર્મન સિંગાપોરના ત્રીજા ભારતીય મૂળના પ્રમુખ બનશે.
તેમણે તમન જુરોંગ ફૂડ સેન્ટર ખાતે બોલતા તેમના ટેકેદારોને જણાવ્યું કે, સિંગાપોરવાસીઓએ તેમનામાં મૂકેલા વિશ્વાસ બદલ તે જબરજસ્ત આત્મવિશ્વાસ અનુભવે છે. તેમણે કહ્યું છે કે તેમણે મને મત આપ્યો નથી, પરંતુ સિંગાપોરના ભવિષ્યને મત આપ્યો છે. તેઓને સિંગાપોરના ભવિષ્યમાં આશા અને વિશ્વાસ દેખાય છે. મારા કેમ્પેઇનમાં તેઓ આશા અને વિશ્વાસની ઝલક જોઈ શકે છે. સિંગાપોરવાસીઓએ મારામાં મૂકેલા વિશ્વાસ બદલ તેમનો આભારી છું અને હું સિંગાપોરના વિકાસમાં મારું યોગદાન આપીશ.


comments powered by Disqus