નવી દિલ્હીઃ પાકિસ્તાનની સરકાર સામે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં વિરોધ વધ્યો છે. શિયા મૌલવી શેખ બાકિર અલ હુસૈનીની ઈશનિંદાના કેસમાં ધરપકડ થઈ પછી સેંકડો પ્રદર્શનકારીઓએ દેખાવો કર્યા હતા અને ભારત સાથે જોડાઈ જવા માટે નારા લગાવ્યા હતા.
ગિલગિટમાં શિયા મૌલવી શેખ બાકિર અલ હુસૈનની ધરપકડ થઈ પછી ઉગ્ર વિરોધ ઉઠયો છે. પાકિસ્તાનની સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને સેંકડો સમર્થકોએ મૌલવીને છોડી મૂકવાની માગણી કરી હતી. ગિલગિટમાં સેંકડો લોકોએ એકઠા થઈને કારાકોરમ હાઈવે બ્લોક કરી દીધો હતો અને ભારતમાં જોડાઈ જવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. ચલો ચલો કારગિલ ચલો એવું બોલતી ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રદર્શનકારીઓના નેતાઓએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર તેમને ધમકાવી રહી છે. જો આવું થશે તો ગૃહયુદ્ધ ફાટી નીકળશે અને ગિલગિટ ભારત સાથે જોડાઈ જશે. ધર્મગુરુની ધરપકડ ઈશનિંદાના કેસમાં થઈ છે.
ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ફરી એકવાર પ્રજા મોટ સંખ્યામાં રોડ પર ઊતરી આવી છે. વિરોધ પ્રદર્શન કરી રહેલાં શિયા લોકો પોતાના નેતાઓને તત્કાળ મુક્ત કરવા માગણી કરી રહ્યા છે અને ધમકી આપી છે કે જો તેમના નેતાઓને ઝડપથી મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ સરકાર વિરુદ્ધ યુદ્ધ ચાલુ કરી દેશે અને ભારત સાથે ભળી જશે. સોશિયલ મીડિયા પર ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનનો એક વીડિયો સામે આવ્યો છે. પ્રદર્શનકારીઓ પાકિસ્તાન સરકાર સામે યુદ્ધનો આરંભ કરવાની ચેતવણી ઉચ્ચારી રહ્યા છે. સાથોસાથ એમ પણ કહેતાં સંભળાય છે કે જો તેમની માંગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તેઓ કારગિલ ચાલ્યા જશે. આ એક પ્રકારનો સંકેત છે કે તેઓ ભારત સાથે ભળી જશે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે પ્રદર્શનકારીઓ કારગિલ જવાના નારા લગાવી રહ્યા છે. અહેવાલો અનુસાર શિયા ધર્મગુરુ શેખા બાકીર અલ હુસૈનીની વિરુદ્ધ ઇશનિંદા કાયદા હેઠળ એફઆઈઆર દાખલ કરાઈ હતી.

