ઈરાક અને સીરિયામાં 85 ઠેકાણાં પર અમેરિકાના હવાઈ હુમલા

Wednesday 07th February 2024 06:32 EST
 
 

બગદાદઃ અમેરિકાએ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને ઈરાન સમર્થિત મિલિશિયા જૂથો વિરુદ્ધ ઇરાક અને સીરિયામાં 85 ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા. આ જોર્ડનમાં અમેરિકી બેઝ પર થયેલા ડ્રોન હુમલાની જવાબી કાર્યવાહી છે.
સીરિયા પર નજર રાખી રહેલા બ્રિટનનાં જૂથો મુજબ હુમલામાં ઈરાન સમર્થિત જૂથોના ઓછામાં ઓછા 18 સભ્યો માર્યા ગયા. હુમલામાં 16 લોકો માર્યા ગયા અને 25 ઈજાગ્રસ્ત થયા.
ઈરાની ડ્રોનનું સમર્થન કરી રહેલી સંસ્થાઓ પર પ્રતિબંધ
અમેરિકાએ ઈરાનના ડ્રોન, મિસાઈલ બનાવવાનું સમર્થન કરનારી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈરાનનિર્મિત ડ્રોન આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાય છે.


comments powered by Disqus