બર્લિનઃ જર્મનીમાં જમણેરી પક્ષો વિરુદ્ધ શનિવારે જર્મનીની રાષ્ટ્રીય સંસદ સામે ઓછામાં ઓછા દોઢ લાખ લોકો એકત્ર થયા હતા. આ વિરોધ પ્રદર્શન 3 અઠવાડિયા પહેલાં શરૂ થયું હતું એક પત્રકારોના જૂથ કરેક્ટિવે એક લેખ પ્રકાશિત કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જમણેરી ઉગ્રવાદીઓ તાજેતરમાં લાખો ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અંગે ચર્ચા કરવા માટે મળ્યા હતા.

