દુનિયાનાં બદનામ બજારોની યાદીમાં ભારતનાં છ માર્કેટ

Wednesday 07th February 2024 06:32 EST
 
 

વોશિંગ્ટનઃ નવી દિલ્હીના કરોલ બાગમાં ટેન્ક રોડ, મુંબઈમાં હીરા પન્ના અને બેંગલુરુમાં સદર પટરપ્પા રોડ માર્કટે સહિત ભારતનાં છ બજારોનો દુનિયાના બદનામ બજારોમાં સમાવેશ કરાયો છે. અમેરિકાની યાદીમાં ભારતનાં 3 ઓફલાઈન અને 3 ઓનલાઈન બજારને સ્થાન અપાયું છે. જો કે આ યાદીમાં ચીન પહેલા સ્થાને છે.
અમેરિકન વ્યાપાર પ્રતિનિધિઓએ બદનામ બજારની યાદી જાહેર કરી જણાવ્યું છે કે તે મોટાપાયે ટ્રેડમાર્કની નકલ અથવા કોપીરાઈટ ભંગમાં સંડોવાયેલા છે, જેમાં ભારતના ત્રણ શહેરો મુંબઈ, દિલ્હી અને બેંગ્લુરુના ત્રણ બજારો અનુક્રમે હીરા પન્ના, ટેન્ક રોડ અને સદર પટરપ્પા રોડ બજારનો સમાવેશ થાય છે. તો ઓનલાઇન માર્કેટમાં ઇન્ડિયા માર્ટ, વેગા મૂવીઝ અને whmcs સ્માર્ટર્સનો સમાવેશ કરાયો છે.
દિલ્હીનું ટેન્ક રોડ બજાર લોકપ્રિય જથ્થાબંધ બજાર છે, જ્યાં ગ્રાહકો સસ્તાં કપડાં ખરીદેે છે. આ બજાર ડેનિમની વિવિધતા માટે જાણીતું છે. બેંગ્લુરુના કેઆર બજાર ઇલેક્ટ્રોનિક, હાર્ડવેર અને મશીન ટૂલ્સના હબ તરીકે પ્રખ્યાત છે. જે ડુપ્લિકેટ ઉત્પાદનો માટે પણ કુખ્યાત છે.
મુંબઈમાં હાજી અલી જંક્શન નજીકનું હીરાપન્ના શોપિંગ સેન્ટર ટોચની વૈશ્વિક બ્રાન્ડ્સની વસ્તુઓના વેચાણ માટે કુખ્યાત છે.


comments powered by Disqus