કમરના મણકાની ગાદીના નસ પરના દબાણથી પથારીવશ બનેલ નડિયાદના ૬૦ વર્ષીય રિટાયર્ડ શિક્ષિકા મિશન હેલ્થની સારવારથી ૪૫ મિનિટ ચાલતા થયા

Wednesday 08th May 2024 08:37 EDT
 
 

નડિયાદના ૬૦ વર્ષીય રિટાયર્ડ શિક્ષિકા હેમલતાબેન ક્રિશ્ચિયન છેલ્લા ૩૦ વર્ષથી કમરના અસહ્ય દુખાવા અને પગના ખાલી ઝંઝણાટીથી પીડાતા હતા. જેની માટે તેઓએ આયુર્વેદિક, કાયરોપ્રેકટીક સારવાર લઇ અમુક વર્ષો સુધી રાહત મેળવી. પરંતુ આ દુખાવો વારંવાર પાછો આવતા તેઓ ખુબજ કંટાળી ગયા હતા. ધીરે ધીરે તેઓ માટે ઉભા રહેવું ચાલવું ખુબજ મુશ્કેલભર્યું બની ગયું હતું. આ માટે તેઓએ સ્ટીરોઈડ ઇન્જેક્શન પણ લીધા પરંતુ રાહત ન મળી.
આ સમસ્યામાં તેઓ દળ દળની જેમ ફસાતા જતા હતા. ડિસેમ્બર ૨૦૨૩માં તો એવી પરિસ્થિતિ સર્જાઈ કે તેઓ ઉભા રહેવા ચાલવાનુંતો દૂરની વાત, તેઓ ૨ મિનિટ પણ ટેકા વગર બેસી ન શકતા, પથારીવશ બન્યા.
એટલામાં તેઓને અમદાવાદ સ્થિત મિશન હેલ્થની જાણ થતા, તેઓને તુરંતજ મિશન હેલ્થમાં લાવવામાં આવ્યા. આ સમયે તેઓ સંપૂર્ણ પથારીગ્રસ્ત હતા. પરંતુ મિશન હેલ્થની એડવાન્સ્ડ સ્પાઇન રીહેબથી તેઓના કમરના એકથી વધુ મણકાની વચ્ચેથી બહાર આવેલી ગાદીને તેના મૂળ સ્થાને લેવાની સારવાર શરૂ થતાના માત્ર ૫ દિવસમાં તેઓ સ્વતંત્ર બેસતા, ૧૨ દિવસમાં વૉકરના સહારે ઉભા રહેતા- ચાલતા અને માત્ર ૨૦ દિવસમાં સ્વતંત્ર ચાલતા થયા. અને ૬૦ દિવસની સંપૂર્ણ સારવારના અંતે તેઓ આજે કોઈપણ દુખાવા વગર ૪૫ મિનિટથી વધુ સમય ચાલે છે! ૩૦ વર્ષ જુના દુખાવાને ૨ મહિનાની એડવાન્સ્ડ ફિઝિયોથેરાપીથી માત આપવાવાળા હેમલતાબેન મિશન હેલ્થની સારવારને એક ચમત્કારજ ગણી રહ્યા છે!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in -  CALL     or WHATSAPP      : +91 76000 29090


comments powered by Disqus