ઈરાનના હુમલાના ડરથી ઈઝરાયલમાં સૈનિકોની રજાઓ રદ

Wednesday 10th April 2024 07:36 EDT
 
 

નવી દિલ્હીઃ મધ્ય-પૂર્વમાં ભયંકર તંગદિલી વ્યાપેલી છે. સીરિયામાં હવાઈ હુમલામાં ઇરાની સૈન્યના બે જનરલ સહિત 13 લોકો માર્યા ગયા બાદ ઇરાન તરફથી હુમલાની આશંકાને પગલે ઈઝરાયેલે જીપીએસ નેવિગેશન સર્વિસ બ્લોક કરી દીધી છે, સૈનિકોની રજાઓ રદ કરી છે અને સાથે જ રિઝર્વ સૈનિકોને પણ બોલાવી લીધા છે. જીપીએસ બ્લોક હોવાથી મિસાઈલ અને ડ્રોન ભટકી જાય છે. તેલ અવીવમાં બોમ્બ શેલ્ટર્સ ફરી ખોલવાનું પણ શરૂ કરી દેવાયું છે. ઇઝરાયલને ભીતિ છે કે ઇરાન 5 એપ્રિલે પવિત્ર રમજાન માસનો છેલ્લો શુક્રવાર વીત્યા બાદ ગમે ત્યારે વળતા હુમલા કરી શકે છે.


comments powered by Disqus