માલદીવના પૂર્વ મંત્રીએ તિરંગાનું અપમાન કર્યું

Wednesday 10th April 2024 07:32 EDT
 
 

માલેઃ માલદીવની મોહમ્મદ મોઇજ્જુ સરકારમાં મંત્રી રહી ચૂકેલાં મરિયમ શિઉનાએ ફરી એકવાર ભારતને લઈ વિવાદાસ્પદ હરકત કરી છે. શિઉનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કેટલાક આક્ષેપો કર્યા છે. પોસ્ટમાં તેઓ તિરંગાનું અપમાન કરતાં દેખાઈ રહ્યાં છે. આ અંગે જ્યારે ભારતીયોએ વિરોધ કર્યો ત્યારે શિઉનાએ માફી માગી હતી. મરિયમે દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનો ખોટી રીતે પ્રયોગ કર્યો છે.


comments powered by Disqus