યુદ્ધ વચ્ચે રશિયામાં અભ્યાસ કરતા 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓ

Wednesday 10th April 2024 07:35 EDT
 
 

મોસ્કોઃ યુક્રેન અને રશિયાના યુદ્ધની જટિલ પરિસ્થિતિ અને પ્રતિકૂળ સંજોગ છતાં ભારતીય વિદ્યાર્થીઓ રશિયામાં અભ્યાસ કરી રહ્યા છે. રશિયાએ 2022માં યુક્રેન સામે યુદ્ધ છેડ્યું હતું, ત્યારે રશિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતા હતી. યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન પણ હાથ ધર્યું હતું.
જો કે, યુદ્ધનાં બે વર્ષ પછી પણ રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. રશિયન હાઉસના દિલ્હીસ્થિત ડાયરેક્ટર ઓલેગ ઓસિપોવે કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે ત્યાં યુદ્ધની કોઈ અસર નથી. કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ ક્રિમિયામાં છે. કેટલાક સેવસ્તો પોલમાં છે અને કેટલાક રશિયાના પશ્ચિમ ભાગમાં આવેલી યુનિવર્સિટીઓમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે.


comments powered by Disqus