ગુજરાતમાં સંજયસિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ ચાલશે

Wednesday 10th April 2024 04:57 EDT
 
 

સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન મોદીની શૈક્ષણિક યોગ્યતાના કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતાં સંજયસિંહ સામે ગુજરાતમાં જ કેસ ચાલશે.

• ઉનાળુ વાવેતર ઘટ્યુંઃ વર્ષ 2024માં ગુજરાતમાં 18.42 લાખ ટન ઉનાળુ પાકના ઉત્પાદનનો અંદાજ છે, જે ગત વર્ષે 18.41 લાખ ટન હતું.

• ગુજરાત સાથે ભાગીદારી માટે ઓસ્ટ્રેલિયા તત્પરઃ ઓસ્ટ્રેલિયા હાઇ કમિશનરે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા ગુજરાત સાથે ડાયમંડ, શિક્ષણ, અને એનર્જી ક્ષેત્રે ભાગીદારી માટે તત્પર છે.

• અમદાવાદ-દુબઈ વચ્ચે ‘જમ્બો વિમાન’ની તૈયારીઃ એમિરેટસ એરલાઇન અમદાવાદથી દુબઈ પેસેન્જર ફ્લાઇટ માટે હવે જમ્બો વિમાન 777-9000 વિમાનનો ઉપયોગ કરશે.

• ડો. વ્યાસને જ્ઞાનપ્રતિભા એવોર્ડઃ NFSUના કુલપતિ પદ્મશ્રી ડો. જે.એમ. વ્યાસને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ‘શિક્ષણવિદ્ ડો.દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા એવૉર્ડ’ અર્પણ કરવામાં આવ્ય છે.

• નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફેસ રેકગ્નાઇઝ સિસ્ટમથી સજ્જઃ આતંકી કે અન્ય ગુનાઇત ઘટના ટાળવા અમદાવાદ પોલીસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં AIથી સજ્જ ફેસ રેકગ્નાઇઝ સિસ્ટમથી સજ્જ 6 કેમેરા લગાવ્યા છે.


    comments powered by Disqus