મીડિયા માધ્યમો કેટલાં શક્તિશાળી પૂરવાર થઇ શકે છે તેનું અદ્દભૂત ઉદાહરણ તાજેતરમાં યુકેની એક ટેલિવિઝન ચેનલ પર રજૂ થયેલી ટીવી સીરિઝ મિસ્ટર બેટ્સ વર્સિસ ધ પોસ્ટ ઓફિસ છે. આ સીરિઝે છેલ્લા દોઢ દાયકા કરતાં વધુ સમયથી પોસ્ટ ઓફિસમાં થયેલા હોરાઇઝન સ્કેન્ડલના મામલે ન્યાયની કસુવાવડના પીડિતોની પીડાને ફરી એકવાર જનતા સમક્ષ રજૂ કરી છે. આ સીરિઝના કારણે હવે નવા સંભવિત પીડિતો પણ હિંમત કરીને આગળ આવી રહ્યાં છે. પોસ્ટ ઓફિસમાં ખામીયુક્ત સોફ્ટવેરના કારણે સેંકડો પોસ્ટ માસ્ટરો અને સબ પોસ્ટ માસ્ટરો પર આર્થિક ગેરરિતીના આરોપ મૂકાયાં. મોટી સંખ્યામાં પોસ્ટ માસ્ટરોને જેલના સળિયા ગણવાનો અને નાણા ચૂકવવાનો વારો આવ્યો. પરંતુ આ માટે ફુજિત્સુ હોરાઇઝનના ખામીયુક્ત સોફ્ટવેર જવાબદાર હોવાનું સામે આવ્યા બાદ પણ બહુ ઓછા કિસ્સામાં અદાલતી ચુકાદાને ઉલટાવવામાં આવ્યાં અને પીડિતોને વળતર ચૂકવાયાં. પરંતુ હવે આ નવી ટી.વી. સીરિઝના કારણે હોરાઇઝન સ્કેમ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. મેટ્રોપોલિટન પોલીસ દ્વારા પોસ્ટ ઓફિસના સીનિયરો સામે તપાસ શરૂ કરાઇ છે. વડાપ્રધાન રિશી સુનાકને પણ આ મામલે સ્પષ્ટતાઓ કરવાની ફરજ પડી છે અને તેમણે પીડિતોને ઝડપથી ન્યાય અને વળતર અંગેના પગલાં લેવાની વિચારણા શરૂ કરી દીધી છે. ટેલિવિઝન સીરિઝમાં ટોબી જોન્સ સબ પોસ્ટમાસ્ટર એલન બેટ્સની ભુમિકા ભજવી રહ્યા છે જેમણે ન્યાય માટે અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આ નવી સીરિઝના કારણે 50 જેટલાં નવા પીડિત સામે આવ્યાં છે. આશા રાખવામાં આવી રહી છે કે હજુ વધુ સંખ્યામાં નવા પીડિતોને પોતાની પીડાઓ રજૂ કરવા માટે પ્રોત્સાહન મળશે. ટેલિવિઝન પર પ્રસારિત થયેલી આ સીરિઝના કારણે પીડિતો માટેની જાહેર સંવેદનામાં વધારો થયો છે અને સમગ્ર કૌભાંડ અને ન્યાયની કસુવાવડ માટે જવાબદારી નક્કી કરવાની માગ પણ બુલંદ બની છે. સીરિઝ રજૂ થયા બાદ ઘણા પીડિત આશા વ્યક્ત કરી રહ્યાં છે કે અમે વર્ષો સુધી પ્રયાસ કર્યા પરંતુ સત્તાવાળાઓ પર જે દબાણ ન સર્જી શક્યાં તે આ એક ટેલિવિઝન સીરિઝે કરી બતાવ્યું છે. અમે અમારી વિલેજ શોપમાં બેઠાં બેઠાં આ પ્રકારનો જુવાળ પ્રગટાવી શક્યાં નથી પરંતુ હવે આશા છે કે સત્તાવાળાઓના બહેરા કાન અમારી રજૂઆતો પર ધ્યાન આપશે.
આગામી દિવસોમાં સુનાક સરકાર દ્વારા પોસ્ટ ઓફિસના પીડિતોને ઝડપી ન્યાય અને વળતરના પગલાં લેવાશે તેવી આશાઓ વડાપ્રધાનના નિવેદન બાદ પ્રબળ બની છે.વણસવાનો પ્રારંભ તો ચીન સમર્થક મોહમ્મદ મુઇઝુ માલદિવ્સના પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા ત્યારથી જ થઇ ગયો હતો. મુઇઝુએ સત્તા ધારણ કરવાની સાથે જ માલદિવ્સમાં રહેલા ભારતીય સંરક્ષણ એકમોને હટાવવાની માગ કરી દીધી હતી અને બંને દેશ દ્વારા ચાલી રહેલા હાઇડ્રોગ્રાફિક સરવે એગ્રિમેન્ટને રિન્યૂ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. માલદિવ્સમાં સત્તા પર આવેલા મુઇઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં પણ ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કોઇ કસર બાકી રાખી નહોતી અને ઇન્ડિયા આઉટ નામનું સ્લોગન આપ્યું હતું. આમ મુઇઝુના સત્તામાં આવવાની સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ વ્યાપી હતી. જેની પાછળ મુઇઝુની ચીન ભક્તિ જવાબદાર છે. હાલમાં આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પણ મુઇઝુ ચીનની મુલાકાતે પહોંચ્યા છે. મુઇઝુ પહેલાં સત્તામાં રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન પણ ચીનના ભક્ત હતાં અને તેમના કાર્યકાળમાં માલદિવ્સ અને ચીનના સંબંધો ગાઢ બન્યાં હતાં. આ બંને નેતાઓની ચીન ભક્તિ માટે ચીન દ્વારા કરાતી આર્થિક સહાય જવાબદાર છે. નબળાં દેશોને લોનની માયાજાળમાં ફસાવીને પોતાના વિસ્તારવાદને અંજામ આપી રહેલા ચીને માલદિવ્સને પણ દેવામાં ડૂબાડી દીધો છે. 2018ના આંકડા પ્રમાણે માલદિવ્સ પર ચીનનું દેવું 3.1 બિલિયન ડોલર પર પહોંચી ગયું હતું. આજે એ સ્થિતિ આવી ગઇ છે કે ચીનને લોનના હપ્તા ચૂકવવામાં માલદિવ્સના જીડીપીના 10 ટકા રકમ ખર્ચાઇ જાય છે. મુખ્યત્વે ભારતીય પ્રવાસીઓ પર નભતા માલદિવ્સનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ ભારતમાં શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આ ટાપુસમૂહ દેશ કયા ખિલ્લાના જોરે કૂદી રહ્યો છે તે સ્પષ્ટ છે. માલદિવ્સના ચીન સમર્થક નેતાઓ કોના ઇશારે ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યાં છે તે પણ હવે સર્વવિદિત છે. ચીનના ઇશારે કૂદી રહેલા મુઇઝુને ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવશે તે વાતમાં કોઇ શંકા નથી.
