વિશ્વભરમાં લોકો બટાકા ખાવાનું પસંદ કરે છે અને કેમ કે તેમાં કાર્બોહાઈડ્રેટ વધુ અને ચરબી ઓછાં હોવાં ઉપરાંત શરીરને ઉપયોગી વિટામીન્સ, ફાઈબર, મિનરલ્સ પણ મળે છે. છતાં, ડીપ ફ્રાય કરેલી ફ્રેન્ચ ફ્રાઈઝ અને ફેટ, બટર, ક્રીમ, મીઠાંથી ભરપૂર બટાકાની વાનગી ખાવી હિતાવહ નથી. વધુપડતા બટાકા ખાવાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશરમાં વધારા જેવી આડઅસરો થાય છે જે ડાયાબિટીસ અને હૃદયરોગ નોતરે છે. 100 ગ્રામ બાફેલા બટાકામાં માત્ર 92 કેલરી અને સામાન્ય ચરબી હોય છે પરંતુ, તેને ડીપ ફ્રાય કરી મીઠાં સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ બને છે ત્યારે તેમાં 289 કેલરી અને 14 ગ્રામ ચરબી મળે છે. આવી વાનગી વજન વધારે છે. વધુપડતા બટાકા ખાવાથી ગેસ, પેટ ફૂલવું, ઓડકાર જેવી પાચનની સમસ્યા થાય છે. બ્લડ સુગરમાં ઝડપી વધારો થાય છે. બટાકાની તળેલી વાનગી કરતાં બાફેલા-શેકેલા બટાકાની વાનગી માપસર ખાવી હિતાવહ રહેશે.

