સાન ફ્રાન્સિસ્કો: અમેરિકાના 13 વર્ષના વિલિ ગીબ્સન નામનો છોકરાને અત્યાર સુધી જેને કોઇ હરાવી શક્યું નથી એવી ટેટ્રીસ વીડિયો ગેમને હરાવી છે. મૂળ નિન્ટેન્ડોના વર્ઝન એવી આ ગેમમાં ગીબ્સન એ લેવલ પર પહોંચી ગયો હતો. જેમાં ટેટ્રીસના કોડમાં અવરોધ આવી જાય અને ગેમ ક્રેશ થઇ જાય. મતલબ કે ગેમમાં ગીબ્સન એ લેવલે પહોંચી ગયો હતો જેમાં હાર્ડવેર અને સોફ્ટવેરની પણ લિમિટ આવી જાય. આ ગેમ મૂળે ફોલિંગ બ્લોક્સને શૂટ કરવાની ગેમ છે.
આ વીડિયો ગેમ અત્યાર સુધી અજેય રહી તેનું કારણ એ છે કે ગેમમાં સ્ક્રીપ્ટેડ કોડિંગ નથી. ગત 21 ડિસેમ્બરના રોજ ગીબ્સન ગેમના 157મા લેવલ પર પહોંચી ગયો હતો. આ લેવલ પાર કર્યા બાદ પ્લેયર ગેમ પર જીત મેળવી લે છે. ટેટ્રીસના મેકર્સે પણ ગીબ્સનને અભિનંદન પાઠવ્યા હતા.
આ વીડિયો ગેમ સૌથી મુશ્કેલ કેમ?
ડેવિડ મેકડોનાલ્ડ નામના ગેમિંગ યુટ્યુબરે જણાવ્યું હતું કે મોટાભાગના પ્લેયર 20મા અને 30મા લેવલ પછી વીડિયો ગેમની બ્લોક્સ સ્પીડ ગેમિંગ કન્ટ્રોલર કરતાં પણ વધી જાય છે. 30મા લેવલ પછી હાઇપર ટેપિંગ નામની ટેક્નિકમાં પાવરધા હોય એ લોકો જ આગળ વધી શકે છે. આ ટેક્નિકમાં ગેમની બિલ્ટ ઇન સ્પીડથી પણ વધારે ઝડપ મેળવવી પડે છે.

