હૈદરાબાદઃ ઓસ્ટ્રેલિયામાં રહેલી હૈદરાબાદની 36 વર્ષની મહિલાની ઓસ્ટ્રેલિયામાં તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી. પતિ હત્યા કર્યા બાદ 3 વર્ષના પુત્ર સાથે પરત હૈદરાબાદ આવ્યો હતો અને તેના પુત્રને સાસરિયાંને સોંપી ફરાર થઈ ગયો હતો.
મળતા અહેવાલ મુજબ શનિવારે રસ્તા પર પડેલી કચરાપેટીમાંથી ચૈતન્ય મધાગનીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉપ્પલ (પૂર્વ હૈદરાબાદ)ના ધારાસભ્ય બંડારી લક્ષ્મા રેડ્ડીના જણાવ્યા મુજબ મૃતક મહિલા તેમના મતદાન ક્ષેત્રની હોવાથી તેમણે મહિલાના માતા-પિતાની મુલાકાત કરી હતી. મહિલાના માતા-પિતાએ કરેલા અનુરોધને પગલે તેમણે મહિલાનો મૃતદેહ હૈદરાબાદ લાવવા તેમણે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે.
ધારાસભ્યે કહ્યું કે કેન્દ્રીય પ્રધાન જી.કિશન રેડ્ડીના કાર્યાલયને પણ તેમણે જાણકારી આપી છે. ધારાસભ્યે જણાવ્યું હતું કે મહિલાના માતા- પિતાના જણાવ્યા મુજબ તેમના જમાઈએ જ દીકરીની હત્યા કરી હોવાની વાતની કબૂલાત કરી છે. હત્યા કર્યા પછી મૃતદેહને કચરાપેટીમાં નાખી દેવામાં આવ્યો હતો. પોલીસે હત્યારા પતિની શોધખોળ હાથ ધરી છે.

