બેઇજિંગઃ યુદ્ધખોર ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે ગુરુવારે દેશની સેનાઓને સમુદ્રી સંઘર્ષની તૈયારીઓમાં સમન્વય કરવા, દેશના સમુદ્રી અધિકારો અને હિતોની રક્ષા કરવા તેમજ સમુદ્રી અર્થતંત્રના વિકાસ માટે આહવાન કર્યું હતું. ચીનની વાર્ષિક સંસદીય બેઠકમાં પીએલએ,ે આર્મ્ડ પોલીસની મુલાકાતમાં તેમણે આ આહવાન કર્યુ હતું, અને સમુદ્રી સંઘર્ષ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.