ઇસ્લામાબાદઃ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ- અધ્યક્ષ આસિફ અલી ઝરદારીની શનિવારના દિવસે પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે તાજપોશી કરવામાં આવી હતી. ઝરદારી બીજી વખત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે.
ઝરદારી હવે ડો. આરિફ અલ્વીની જગ્યા લેશે. પાંચ તેમની વર્ષની અવધિ ગયા વર્ષે પૂર્ણ થઇ ગઇ હતી. તેમની અવિધ પૂર્ણ થયા બાદથી અલ્વી કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ અદા કરી રહ્યા હતા. 68 વર્ષીય ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના સંયુક્ત ઉમેદવાર હતા.
આસિફા ફર્સ્ટ લેડી બનશે
આસિફા ભુટ્ટો પાકિસ્તાનની ફર્સ્ટ લેડી બનશે. પાક.મીડિયાના જણાવ્યા અનુસાર પાક. પ્રેસિડેન્ટ આસિફ અલી ઝરદારીએ પોતાની પુત્રી આસિફા ભુટ્ટો ઝરદારીને ફર્સ્ટ લેડીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. તેઓ ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. પાકિસ્તાનના ઇતિહાસમાં એવું પ્રથમવાર બનશે કે કોઈ પ્રેસિડેન્ટે ફર્સ્ટ લેડી માટે પુત્રીના નામની જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે. જો કે 2007માં પત્ની બેનઝીર ભુટ્ટોની હત્યા થયા બાદ ઝરદારી વિધુર બન્યા હતા અને તે પછી તેમણે કોઇ લગ્ન કર્યા ન હતાં.

