માલેઃ રાષ્ટ્રપતિ મોઇઝ્ઝુએ માલદીવના 137 વસવાટ ધરાવતા દ્વીપ પૈકી 36 દ્વીપને ચીનની કંપનીઓને લીઝ પર આપી દીધા છે. ચીનની કંપનીઓ રૂ. 12 હજાર કરોડના ખર્ચે આ દ્વીપોને ટૂરિઝમ માટે ડેવલપ કરશે. માલદીવે હાલમાં જ કેટલાક દ્વીપોના વિકાસના પ્રોજેક્ટ શરૂ કરી દીધા છે. આ પ્રોજેક્ટનું કામ ચીની કંપનીઓને જ સોંપી દેવાયું છે.
આ વર્ષની શરૂઆતના બે મહિનામાં ચીનના 4 લાખથી વધુ પ્રવાસી માલદીવ પહોંચ્યા છે. રાસમાલેમાં 30 હજાર હાઉસિંગ યુનિટ બનાવવાનો ચીનનો પ્રોજેક્ટ શરૂ થયો હતો.
પાકિસ્તાનની જેમ માલદીવે પણ તુર્કી પાસેથી ડ્રોનની ખરીદી કરી છે. પોતાના ઇકોનોમિક ઝોન પર નજર રાખી શકે તે માટે આ ડ્રોનની ખરીદી કરાઈ છે. રિપોર્ટ મુજબ નવેમ્બરમાં મોઇઝ્ઝુની યાત્રા દરમિયાન તુર્કીની બાયકર કંપની પાસેથી ડ્રોનની ખરીદી માટે સમજુતી થઈ હતી.

