બેરુતઃ પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસની પોલિટિકલ વિંગના વડા ઇસ્માઈલ હાનિયાની તાજેતરમાં હત્યા પછી હમાસે પોતાના સંગઠનના નવા વડા તરીકે યાહ્યા સિનવારની પસંદગી કરી છે. ગતવર્ષે સાતમી ઓક્ટોબરે ઈઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ યાહ્યા સિનવાર જ હતો. આ હુમલામાં ઈઝરાયલના 1200 લોકોના મોત થયાં અને 250 લોકોને બંધક બનાવાયા હતા. સપ્ટેમ્બર 2015માં સિનવારને અમેરિકાએ આતંકી જાહેર કર્યો હતો. સિનવાર નિર્મમ હત્યા કરવા માટે કુખ્યાત છે.

