કંગાળ પાકિસ્તાનને ચીન, UAE, સાઉદી 12 અબજ ડોલરનું ઋણ આપશે

Wednesday 14th August 2024 07:14 EDT
 
 

ઇસ્લામાબાદઃ ચીન, સાઉદી અરેબિયા અને યુએઇ આર્થિક કટોકટીમાંથી પસાર થતા પાકિસ્તાનને એક વર્ષ માટે 12 અબજ ડોલરનું ઋણ આપવા સંમત થયા છે. આઇએમએફ પણ ચાલુ મહિને પાકિસ્તાન માટે 7 અબજ ડોલરનું પેકેજ મંજૂર કરે તેવી શક્યતા છે. પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે જણાવ્યું કે, “સાત અબજ ડોલરના પેકેજની મંજૂરી માટે ચાલુ મહિનાના છેલ્લા સપ્તાહે મળનારી આઇએમએફ એક્ઝિક્યુટિવ બોર્ડ મીટિંગમાં કોઈ વિલંબ થવાનો નથી. બેઠક 28 ઓગસ્ટે મળવાની છે.”
ચીન, સાઉદી અરેબિયા અને યુએઇ દ્વારા પાકિસ્તાનને ઋણ આપવાની જાહેરાતને પગલે આઇએમએફ બેઠકના સમય અંગે અનિશ્ચિતતા પૂરી થઈ છે, કારણ કે આઇએમએફના નિર્ણયનો આધાર ત્રણ પરંપરાગત ધિરાણકારો પર નિર્ભર હતો. ઔરંગઝેબે જણાવ્યું હતું કે, “ચીન, સાઉદી અરેબિયા અને યુએઇ 12 અબજ ડોલરની રોકડ ડિપોઝિટ એક વર્ષ માટે રોલઓવર કરશે.” અગાઉ તેમણે કહ્યું હતું કે, આઇએમએફે બેઠક પહેલાં ત્રણેય દેશ દ્વારા ત્રણથી પાંચ વર્ષ માટે ઋણની મુદત વધારવાનો આગ્રહ કર્યો હતો.


comments powered by Disqus