સંસ્થા સમાચાર (અંક 17 ઓગસ્ટ 2024)

Wednesday 14th August 2024 06:59 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• અનુપમ મિશન-ડેન્હામ ખાતે પ.પૂ. ગુરુહરિ સંત ભગવંત સાહેબજીની નિશ્રામાં નવમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનો ત્રિવેણીસંગમ રચાયો છે. જેમાં તા. 15 ઓગસ્ટના રોજ સાંજે 6.30 કલાકે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થશે. તા. 16ના રોજ સવારે 9.30 કલાકે શ્રાવણ માસ સમૂહ મહાપૂજા તથા શ્રી ઠાકોરજી પાટોત્સવ પૂજનવિધિ અને રાત્રે 8.00 કલાકે કિર્તન સંધ્યા જ્યારે 17 ઓગસ્ટે સાંજે 5.00 કલાકે પૂ. હિમતસ્વામી પ્રાગટ્યદિન સભા તથા રક્ષા બંધન આશીર્વચનનો કાર્યક્રમ યોજાયા છે. તમામ ઉજવણી પ્રસંગે મહાપ્રસાદ પીરસાશે. સ્થળઃ અનુપમ મિશન, ધ લીઆ, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ - UB9 4NA (વધુ માહિતી માટે જૂઓઃ www.anoopam.org)
• શ્રી જલારામ જ્યોત મંદિર-સડબરી ખાતે તા. 16થી 22 ઓગસ્ટ (સાંજે 4.00થી 7.00) શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે. આ પ્રસંગે જાણીતા ભાગવત સેવક લાલ ગોવિંદ દાસ સંબોધન કરશે. વિનામૂલ્યે પ્રવેશ, મર્યાદિત પાર્કિંગ. કથાસમયના એક કલાક પૂર્વે પ્રવેશ મળશે. પ્રસાદ વિતરણ થશે. સ્થળઃ શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW (વધુ વિગત માટે સંપર્ક ઃ મંદિર - 020 8902 8895)
• નવનાત વડીલ મંડળ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય પર્વે 16 ઓગસ્ટે દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાયા છે. સવારે 11.30 કલાકે દેશભક્તિના ગીતો, 1.00 કલાકે લંચ, 2.30 કલાકે નવરસ કુકબુક પ્રિ-લોન્ચ અને 3.00 વાગ્યે ગુજરાતી તથા બોલિવૂડ ગીતો રજૂ થશે. મરિના, સુજાતા અને અંજન ગીતો રજૂ કરશે જ્યારે મરિના અને મેલોડી એક્સપ્રેસ સંગીત પ્રસ્તુત કરશે. સ્થળઃ નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેયસ - UB3 1AR (વધુ માહિતી માટે સંપર્કઃ બંસરીબહેનઃ 07766 858283 / જગદીશભાઇ 07796 428263)
• હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય પર્વે 17 ઓગસ્ટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે. સાંજે 5.00થી 6.45 ડીનર, 7.00 કલાકે સ્વાગત અને દીપ પ્રાગટ્ય અને 7.15 વાગ્યે ઉજવણીનો પ્રારંભ થશે. સ્થળઃ એલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4JE (વધુ માહિતી માટે સંપર્કઃ ચેરપર્સન નિર્મલા પટેલ - 07956 218 713)
• સોજિત્રા સમાજ દ્વારા તા. 18 ઓગસ્ટે વેમ્બલીથી કિંગ્સબરી કોચ દ્વારા ચાર ધામ યાત્રા યોજાઇ છે. જેમાં લેસ્ટર અને બર્મિંગહામના મંદિરોની મુલાકાતનો સમાવેશ થાય છે. વધુ વિગત માટે સંપર્કઃ વાસુદેવભાઇ - 07488 308 515
• બી2સી આઉટલેટ દ્વારા તા. 24 ઓગસ્ટના રોજ (સાંજે 6.00 વાગ્યાથી) ધ જંગલ ક્લબ (21-23 ચેક્કેટ્સ રોડ, લેસ્ટર - LE4 5ER) ખાતે બોલિવૂડ નાઇટ યોજાઇ છે, જેમાં ભારતની ડાયનેમિક ચિલ્ડ્રન એકેડેમીના બાળકલાકારો પણ પરફોર્મ કરશે. (વધુ વિગત માટે સંપર્કઃ વિજય પંચાલ - 07866 802 172)
• શ્રીરામ અને શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી રજૂ કરતી નૃત્યનાટિકા Mythos In Motion 25 ઓગસ્ટે (સાંજે 6.00 વાગ્યાથી) ટિલ્ડા હોલ (શ્રીરામ મંદિર, 1 હિલયાર્ડ રોડ, લેસ્ટર - LE4 5GG) ખાતે રજૂ થશે. વધુ વિગત માટે સંપર્કઃ વિજય પંચાલ - 07866 802 172
• વિશ્વ હિન્દુ સેન્ટર-ઇલફર્ડ મંદિરે તા. 31 ઓગસ્ટે (સાંજે 6.00 વાગ્યે) હનુમાન પૂજા, હનુમાન ચાલીસાના 11 પાઠ અને આરતી યોજાયા છે. યજમાન બનવા માટે કાર્યાલયનો સંપર્ક કરો. મંદિરમાં દર્શનનો સમય રવિવારથી સોમવાર સવારે 8.30થી બપોરે 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી રાત્રે 8.30 (આરતી 7.15). સ્થળઃ વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ (યુકે), 43 ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ - IG1 1EE (ફોનઃ 020 8553 5471)


    comments powered by Disqus