હિઝબુલ્લાનો ઈઝરાયલ પર મિસાઈલમારો

Wednesday 14th August 2024 07:14 EDT
 
 

નવી દિલ્હીઃ ઈરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ગુસ્સે ભરાયેલા હિઝબુલ્લાહે રવિવારે રાત્રે ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કર્યો હતો. લેબનોન તરફથી ઉત્તરી ઇઝરાયલમાં ઓછામાં ઓછી 30 મિસાઇલ છોડાઈ હતી, જેની જવાબદારી હિઝબુલ્લાહે લીધી છે. તેણે ઈઝરાયલી સેનાના બેઝને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર જ્યાં મિસાઈલ ફેંકવામાં આવી ત્યાં કશું નુકસાન નથી થયું. બીજી તરફ મધ્ય એશિયામાં વધતા તણાવને જોતાં અમેરિકાએ પણ ગાઈડેડ મિસાઇલ તહેનાત કરવાના આદેશ આપ્યા છે.


comments powered by Disqus