હવે ISRO લોન્ચ કરશે અત્યાધુનિક સેટેલાઇટ INSAT-3DS

Wednesday 14th February 2024 05:40 EST
 
 

શ્રીહરિકોટાઃ મંગળ, ચંદ્ર અને આદિત્ય જેવા સફળ પ્રોજેક્ટ કર્યા બાદ ઇસરો હવે અત્યાધુનિક સેટેલાઇટ INSAT-3DS લોન્ચ કરશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલો ઇનસેટ-3DS 17 ફેબ્રુઆરી 2024 ના રોજ લોન્ચ કરવામાં આવશે. શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી બપોરે 3:30 વાગ્યે GSLV રોકેટથી આ સેટેલાઇટનું પ્રક્ષેપણ થશે. આ ઉપગ્રહને જિઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં તહેનાત કરાશે.
આ સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ્ય
આ સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન, સમુદ્ર, હવામાન અને ઇમર્જન્સી સિગ્નલ સિસ્ટમ વિશે માહિતી આપવાનો છે. આ સિવાય રાહત અને બચાવકાર્યમાં પણ આ સેટેલાઇટ મદદ કરશે. આ સેટેલાઇટનું વજન 2275 કિલો છે, જેમાં 6 ચેનલ ઇમેજર્સ છે.


    comments powered by Disqus