તેલ અવિવઃ વોશિંગ્ટનસ્થિત ઇઝરાયલી દૂતાવાસની બહાર અમેરિકન એરફોર્સના એક કથિત જવાને પોતાને જ આગ ચાંપી દીધી હતી. તે વારેવારે એક જ વાત બોલતો હતો, ‘હું ગાઝામાં થતા નરસંહારનો ભાગ નહીં બનું. પેલેસ્ટાઇનને આઝાદ કરી દેવું જોઈએ.’ તેણે જણાવ્યું કે, તે અમેરિકન એરફોર્સનો જવાન છે અને કેમેરાની સામે આત્મદાહ કરવા જઈ રહ્યો છે. તે ગાઝામાં થઈ રહેલા અત્યાચારને સહન નથી કરી શકતો.

