ઈરાનનો ફરી પાક. પર હુમલો: આતંકી કમાન્ડર ઠાર

Wednesday 28th February 2024 05:43 EST
 
 

તહેરાનઃ ઈરાને શુક્રવારે મોડી રાત્રે ફરી પાક.માં આતંકવાદી ઠેકાણાંઓ પર હુમલો કર્યો હતો. જેમાં એક કમાન્ડર સહિત ઘણા આતંકીઓ માર્યા ગયા હતા. 38 દિવસમાં ઇરાને બીજી વખત સરહદ પાર કરીને કાર્યવાહી કરી છે. આ પહેલાં જાન્યુઆરીમાં બલુચિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી. ઇરાની સેનાએ જૈશ અલ-અદલ જૂથના કમાન્ડર ઇસ્માઇલ શાહબખ્શ અને તેના કેટલાક સાથીઓને ઠાર માર્યા છે.


comments powered by Disqus