બેઈજિંગઃ ચીનના એક હેકર જૂથે ભારત સરકારના મહત્ત્વપૂર્ણ વિભાગના દસ્તાવેજો હેક કર્યા હોવાનો દાવો કર્યો છે. પીએમઓથી લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એર ઇન્ડિયા, વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગો તેમના નિશાને છે. ભારત સિવાય બેઇજિંગે કથિત રીતે તેના મિત્ર પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું છે. અન્ય સ્પષ્ટ ટાર્ગેટ્સમાં નેપાળ, મ્યાનમાર, મંગોલિયા, મલેશિયા, અફઘાનિસ્તાન, ફ્રાન્સ, થાઇલેન્ડ, કજાકસ્તાન, તુર્કી, કંબોડિયા અને ફિલિપાઇન્સનો પણ સમાવેશ થાય છે.

